Gujarat

કેશોદની જનતાને કેજરીવાલના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા

કેશોદમાં આવેલ શરદ ચોક ખાતે વહેલી સવારથી આમ આદમી પાર્ટી કેશોદ દ્વારા ગુજરાતની જનતાને આપવામાં આવેલ કેજરીવાલની ગેરંટીઓ અંગે લોકોને વિસ્તૃત સમજ આપી રજીસ્ટ્રેશન સાથે ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સત્તા મેળવવા આમ આદમી પાર્ટી દ્વારા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે અમે જે બોલીએ છીએ તે કરીએ છીએ ખોટી વાતો કરતા અમને નથી આવડતું માટે એક મોકો કેજરીવાલને કારણ કે ગુજરાત હવે પરિવર્તન માંગે છે જેવી વાતો સાથે કેશોદ ની જનતાને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા તેમજ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા હવે મોંઘવારી અને ભ્રષ્ટાચાર થી થાકી ગઈ છે. કેશોદમાં આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી કેશોદના સદસ્યો પ્રવિણભાઈ પટેલ, કિશોરભાઈ કોટેચા,દુધીબેન સોઢા, કરશનભાઈ જોટવા, દિનેશભાઈ કરમટા,અજીમભાઈ દલ, ગોપાલભાઈ દેવાણી, મોહનભાઈ ઠુંમર, કિશોરભાઈ ઠુમર,જમનભાઈ ગોઠાવડીયા,નિરજભાઈ ધરાદેવ, મયુરભાઈ હદવાણી સહિતના આપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ
Attachments area

e911b196-27df-4f7f-8823-c409710d4e79.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *