આજરોજ કોટડાસાંગાણી ખાતે તાલુકા કક્ષા નો કલા મહા કુંભ નું આયોજન કરાયું હતું જેમાં આં
ઉદ્ઘાટન પ્રસંગે કોટડા સાંગાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતીબેન કુંભાણી, તેમજ કોર્ડીનેટર બ્લોક રિસોર્સ સેન્ટર-કોટડા સાંગાણી શ્રી વિરભદ્રસિંહ જાડેજા ,કલા મહાકુંભ કન્વીનર શ્રી નારણભાઈ જે ગોસરા, આચાર્યશ્રી નવી કન્યા તાલુકા શાળા વેરાવળ શ્રી સંજયભાઈ કે નિમાવત ઉપરોક્ત તમામ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2022 નો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં
આ મહાકુંભમાં વકૃત્વ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા ,સમૂહ ગીત સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા, રાસ સ્પર્ધા, ગરબા સ્પર્ધા,લોક નૃત્ય સ્પર્ધા, મા કોટડાસાંગાણી તાલુકાની પ્રાથમિક શાળા નક બાળકોએ ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધાઓ વિવિધ ચાર પ્રકારની કેટેગરીમાં યોજવામાં આવી હતી જેમાં ૬ થી ૧૪ વર્ષના બાળકો , પંદરથી વીસ વર્ષના બાળકો , 21 થી 59 વર્ષના સ્પર્ધકો અને ૬૦ વર્ષથી ઉપરના સ્પર્ધકો. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.શાળા ના આચાર્ય શ્રી સંજયભાઈ નિમાવત દ્વારા એક અખબારી યાદી માં જણાવ્યું હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

