Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની અક્ષરધામ સોસાયટી માં પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ માં નંબર લિંક કરવા કેમ્પ યોજાયો.

કોટડાસાંગાણી તાલુકા ની વેરાવળ પોસ્ટ ઓફિસ દ્વારા આજરોજ આધાર કાર્ડ મા મોબાઈલ નંબર એડ કરવા સહીત ની કામગીરી માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 60 અરજદારો થી વધુ એ લાભ લીધો હતો. તેમજ અક્ષર ધામ ટાઉનશિપ સોસાયટી ના લોકો નો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ વિસ્તાર ના પંચાયત સભ્ય શ્રી કેવિન ભાઈ મારવાનિયા તથા અક્ષર ધામ ટાઉનશિપ પ્રમુખ શ્રી ગીરીશ ભાઈ તથા પોસ્ટ મેન સલીમ ભાઈ તથા અમારા પોસ્ટ મેન કુબાવત ભાઈ હાજર રહ્યા હતા.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1646829002284.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *