Gujarat

કોડીનારના ઘાંટવડમાં વન્યપ્રાણીએ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાધા ની ઘટના માં દીપડાએ હુમલો કર્યા હોવાનું વન તંત્ર દ્વારા જાહેર કરાયું.

હાર્દિક કાનાબાર પ્રાચી
ઘાંટવડ મહિલા ને ફાડી ખાનાર દીપડા ને પકડવા ૧૦ પિંજરા મુકાયા
 પ્રાચી તીર્થ
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ની સિમ ના ચકદળ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં રહેણાંક મકાન પાસે તા 21/12/2022 ના રોજ  મોડી સાંજે વન્ય પ્રાણીએ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું  આ બનાવ માં આ હુમલો દીપડાએ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે ની જાણવા મળતી વિગત મુજબ કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામના ગંભીરસિંહ કરણુભા ઝાલાના પત્ની અનુબા રાત્રીના ગામની સીમમાં આવેલી પોતાની વાડી માં આવેલ રહેણાંકી મકાન પાસે આવેલ પાણી નાં કુંડા પાસે કપડા ધોતી વખતે વન્ય પ્રાણીએ હુમલો કરી શડી ખાતા અંતુબા ગંભીરસિંહ ઝાલા અંદાજે ઉ.વ.૫૨ નું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટના અંગે વનતંત્ર એ ફૂટ માર્ક આધારે તપાસ કરતા આ હુમલો દીપડાએ કર્યો હોવાનું ખુલતા વન તંત્ર દ્વારા આ માનવ ભક્ષી દીપડા ને પકડી પાડવા ગઈકાલે રાત્રે  ૬ પીંજરા અને આજે વધુ ૪ પીંજરા સાથે કુલ ૧૦ પીંજરા ગોઠવી વનવિભાગ દ્વારા ૩૦ માણસો નાં સ્ટાફ સાથે વોચ ગોઠવી કોમ્બિંગ શરૂ કરી દીપડા ને પકડી પાડવા તજવીજ હાથ ધરી વન તંત્ર નાં અધિકારીઓ એ મૃતક  અતુબા નાં પરીવાર જનો સાથે મુલાકાત કરી  બનાવ અંગે દુઃખદ વ્યક્ત કરી સાંત્વનાં પાઠવી વળતર અપાવવા ખાત્રી આપી હતી.

IMG-20221222-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *