Gujarat

કોમોડિટી ઓપ્શન્સમાં નોંધાયો ટર્નઓવરનો નવો રેકોર્ડઃ ક્રૂડ તેલ ઓપ્શન્સમાં પણ ઉચ્ચતમ કામકાજ સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં 84 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 230 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 75 પોઈન્ટની મૂવમેન્ટ

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,93,647 સોદાઓમાં કુલ રૂ.15,918.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.206 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.1,058 ઘટી આવ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ નરમ હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનમાં સુધારા સામે મેન્થા તેલ અને રબર ઢીલાં હતાં.

દરમિયાન, 10 ફેબ્રુઆરીને ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં કોમડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.21,178 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.19,955 કરોડનું ઉચ્ચતમ દૈનિક કામકાજ થયું હતું, જે ઓપ્શન્સમાં ટ્રેડરોનો વધતો રસ દર્શાવે છે.

શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,042 સોદાઓમાં કુલ રૂ.3,664.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,820 અને નીચામાં રૂ.48,643 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.206 ઘટી રૂ.48,749ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.145 ઘટી રૂ.38,973 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.4,841ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,694ના ભાવે ખૂલી, રૂ.195 ઘટી રૂ.48,672ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,000 અને નીચામાં રૂ.62,028 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1058 ઘટી રૂ.62,208 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1044 ઘટી રૂ.62,421 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,015 ઘટી રૂ.62,443 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,324 સોદાઓમાં કુલ રૂ.2,476.50 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,765ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,829 અને નીચામાં રૂ.6,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.19 વધી રૂ.6,818 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.30 વધી રૂ.302.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,199 સોદાઓમાં રૂ.145.41 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,042 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,490 અને નીચામાં રૂ.37,950 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 વધી રૂ.38,440ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,478ના ભાવે ખૂલી, રૂ.143 ઘટી રૂ.16479 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 ઘટી રૂ.958.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,579 સોદાઓમાં રૂ.1,397.59 કરોડનાં 2,867.770 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 65,463 સોદાઓમાં કુલ રૂ.2,266.52 કરોડનાં 362.112 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,543 સોદાઓમાં રૂ.1,505.12 કરોડનાં 22,25,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,781 સોદાઓમાં રૂ.971 કરોડનાં 32105000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,114 સોદાઓમાં રૂ.142.20 કરોડનાં 37125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 75 સોદાઓમાં રૂ.2.87 કરોડનાં 29.88 ટન, રબરના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.05 કરોડનાં 3 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,443.310 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 576.588 ટન, ક્રૂડ તેલમાં 1296000 બેરલ અને નેચરલ ગેસમાં 12387500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 190550 ગાંસડી, મેન્થા તેલમાં 387.72 ટન, રબરમાં 67 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2347 સોદાઓમાં રૂ.220.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 628 સોદાઓમાં રૂ.48.21 કરોડનાં 676 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,638 સોદાઓમાં રૂ.165.14 કરોડનાં 1,759 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 81 સોદાઓમાં રૂ.6.70 કરોડનાં 81 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,132 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,549 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 131 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,589ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,655 અને નીચામાં 6,580ના સ્તરને સ્પર્શી, 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 41 પોઈન્ટ વધી 6,645ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,310ના સ્તરે ખૂલી, 84 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 99 પોઈન્ટ ઘટી 14,253ના સ્તરે અને મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,885ના સ્તરે ખૂલી, 230 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 165 પોઈન્ટ ઘટી 18812 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 63362 સોદાઓમાં રૂ.5,711.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.94.88 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.130.48 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,259.27 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.223.79 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 95.69 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.115 ખૂલી, ઊપરમાં રૂ.149 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.10 વધી રૂ.141.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.10 ખૂલી, ઊપરમાં રૂ.16.60 અને નીચામાં રૂ.12.90 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.15.10 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.360 ખૂલી, ઊપરમાં રૂ.360 અને નીચામાં રૂ.190 રહી, અંતે રૂ.208.50 ઘટી રૂ.223 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.95 ખૂલી, ઊપરમાં રૂ.127.80 અને નીચામાં રૂ.81.30 રહી, અંતે રૂ.6.90 ઘટી રૂ.84.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી, ઊપરમાં રૂ.14.40 અને નીચામાં રૂ.10.45 રહી, અંતે રૂ.0.70 ઘટી રૂ.12.75 થયો હતો. સોનું રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.381 ખૂલી, ઊપરમાં રૂ.403.50 અને નીચામાં રૂ.369.50 રહી, અંતે રૂ.41 વધી રૂ.378 થયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *