માણાવદર તાલુકા કોંગ્રેસે કોરોના મા જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારને 4 લાખની સહાય ચૂકવવા આજરોજ કોંગ્રેસે રેલી કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું
આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોરોના માં મૃત્યુ પામેલા માણસ કે પશુ માટે સમાન ધોરણે 50 હજારનું વળતર ચૂકવવા સરકારે નિયમો કર્યા છે. આ નિયમ અસંવેદનશીલ અને માનવતાથી વિમુખ છે.ને સરકારે મૃતકોની મોટી મજા કરી છે એક બાજુ સરકાર પોતાની જાહેરાત કરવા કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે તો બીજી બાજુ કોરોના કાળમાં દવાઓ, ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર ના અભાવથી 3 લાખ મોત થયા છે.ખાનગી દવાખાનાઓમાં મોંઘી સારવાર માં લાખોની લૂંટ ચલાવાઇ છે સામાન્ય મધ્યમવર્ગના માણસોને પાયમાલીનો સામનો કરવો પડ્યો છે એવા સમયે 50 હજારનું વળતર એતો મૃતકોના પરિવારો સાથે મજાક બની ગઈ છે.
આ યાત્રા રેલીમાં કોંગ્રેસે કોવીડ નિયમોનું પાલન કરી માણાવદર મામલતદાર કચેરીએ જઇને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે ૪ લાખનું વળતર, કોરોનાગ્રસ્ત દર્દીઓના તમામ મેડીકલ બિલની રકમની ચુકવણી, સરકારી તંત્રની નિષ્ફળતાની ન્યાયીક તપાસ અને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના સંતાનો- પરિવારજનોમાથી કોઈને કાયમી નોકરી જેવી માંગણી કરવામાં આવી છે.
આવેદન પત્રમાં એવો કટાક્ષ કરવામાં આવ્યો છે કે સરકાર કહે છે કે અમારી પાસે ચાર લાખ રૂપિયા ચૂકવવા માટે પૈસા નથી ત્યારે આગેવાનોએ કહેલું કે બુલેટ ટ્રેન ચલાવવા, ઉદ્યોગપતિઓના દેવામાંથી માફી આપવામાં, એરોપ્લેન, હેલિકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફાય રહ્યા છે.ભાજપ પોતાની જાહેરાત માટે કરોડો રૂપિયા ઉડાવી રહી છે પણ ગરીબોને માટે પૈસા નથી મૃતકોના પરિવારજનો માટે પૈસા નથી. આ યાત્રા આવેદન સમયે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી, ડો. શહેનાઝબેન બાબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી, નટુભાઈ પોકીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, હરિભાઇ પટેલ પ્રદેશ કોંગ્રેસ આગેવાન, દિલીપભાઈ જસાણી જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ, વિજયભાઈ ઝાટકીયા શહેર કોંગ્રેસ પ્રમુખ, વી.ટી.સીડા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, અરવિંદભાઈ રાઠોડ બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ, મયુરભાઈ મહેતા કોંગ્રેસ આગેવાન, અરવિંદભાઈ હુંબલ તાલુકા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું
તસવીર – અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

