Gujarat

કોરોનામા મૃત્યુ પામેલા લોકોને સાવરકુંડલા શહેર ભાજપની રજુઆતથી ૬૦,લાખ સહાય ચુકવવામાં આવી. હજુ ૫૦ લોકોને ટૂંક સમય સહાય ચુકવવામાં આવશે…

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જીલ્લામાં માત્ર સાવરકુંડલાજ સહાયથી વંચિત રહી ગયું હતુ જેની શહેર ભાજપ દ્વારા સાવરકુંડલા મામલતદારને મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા ૨/૨/૨૦૨૨ ના રોજ  રજુઆત કરાતા તા.૭/૨/૨૨ સહાયથી વંચિત રહી  ગયેલા ૧૨૦ અરજદારોને  આજ રોજ  ૬૦, લાખ  ની સહાય  મળી છે અને હજુ ૫૦ અરજદારોને ટૂંક સમય માં સહાય ચૂકવાશે સાવરકુંડલા શહેરના લોકોએ શહેર ભાજપના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. સરકારશ્રી દ્વારા કોરોનામા મૃત્યુ પામેલ લોકોના વારસદારો માટે સહાય જાહેર કરવામાં આવી હતી ત્યારે કોરોના કાળ દરમિયાન અચાનક આવી પડેલ આફતમાં જે લોકોના મૃત્યુ થયા હતા તેમના વારસદારોને સરકારી  સહાય મેળવવા માટે માહિતી પહોચતી કરી માહિતગાર અને અરજીઓ કરવામાટે સાથે રહી લોકોની મદદમાં સાવરકુંડલા શહેર ભાજપના હોદેદારો પ્રવીણભાઈ સાવજ શહેર પ્રમુખ, રાજેશભાઇ નાગ્રેચા મહામંત્રી, વિજયસિંહ વાઘેલા મહામંત્રી તેમજ શહેર ભાજપના તમામ હોદેદારો લોકોની સાથે ઉભા રહયા હતા સહાય મળવા પાત્ર લોકોને અરજીઓ કરવામાં મદદરૂપ બન્યાં હતાં પરંતું સરકારશ્રી દ્વારા સહાય મંજુર કરવામાં આવી હોવા છતા લોકોને સહાય ન ચૂકવાતાં શહેર ભાજપ મામલતદારને રજુઆત કરતાં સહાય મળવા પાત્ર લોકોને સહાય ચુકવવામાં આવી છે ત્યારે લોકો આ ટીમનો આભાર માની રહ્યા છે..

IMG-20220208-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *