Gujarat

ખજૂરભાઈના સાંનિધ્યમાં પ્રાપ્ત થયેલી  એ પળોને શ્ર્વાસમાં ભરવાનો પ્રયાસ કરતાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો જીવનના અનેક પડાવમાં જિંદગીની અમુક ક્ષણો યાદગાર અને ચિરંજીવી બની રહેતી હોય છે. સૂર્ય તો સ્થિર છે છતાં આપણે સૂર્ય ઊગે અને અસ્ત પામે છે જેવા ભ્રામક અને છેતરામણાં વાક્યોનો ઉપયોગ આપણે કરતાં જ હોઈએ છીએને? હકીકતમાં તો પૃથ્વી પોતાની ધરી પર સૂર્યની આસપાસ ભ્રમણ કરતી હોય છે. આમ ગણો તો અરીસો પણ આભાસી પ્રતિબિંબ જ પરાવર્તિત કરતું હોય છે છતાં આપણે કહીએ છીએ ને આયના કભી જૂઠ નહીં બોલતાં.. હકીકતમાં એ પણ વાસ્તવિકતાથી દૂર તો હોય જ છે. અહીં મને ગમતી શ્રેષ્ઠ પંક્તિઓ આપની સમક્ષ પ્રસ્તુત. જહાઁ સે તુમ મોડ મુડ ગયે થે, વો રાહેં અબ ભી વહીં પડેં હૈ, હમ અપને પૈરોંમેં ન જાને કિતને  ભઁવર લપેટે હુએ ખડે હૈં!! , આમ તો વર્તમાનની એક એક ક્ષણને શ્ર્વાસમાં ભરી જીવવું એ જ જીવનની સાર્થકતા છે અને કોઈના કલ્યાર્થે જીવનની બે ક્ષણો પણ વિતાવવી એ પણ જીવનનું જ એક ભાથું છે. બાકી લઈ જવાનું તો કશું થતું નથી. હા, આવી અણમોલ ક્ષણ અમરેલી ખાતે સિટી મોલ કોમ્પ્લેક્ષમાં કોર મોબાઇલ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ખજૂરભાઈના સાંનિધ્યમાં પ્રાપ્ત થઈ એ પળને શ્ર્વાસમાં ભરવાનો પ્રયાસ કરતાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી.

Untitled0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *