રાણપુરની નદીમાંથી મળેલી બાળકીના પાલક પિતા બન્યા SP હર્ષદ મહેતા
નવજાત બાળકીની આંખ માં નો ચહેરો શોધતી હતી : રાણપુરની ભાદર નદીનો પટ બપોરના સમયે ત્યજી દીધેલ બાળકીના અવાજથી ગુંજી ઉઠ્યો : મળેલી બાળકીનો ઉછેર હવે ખાખીની છત્રછાયામાં થશે : બાળકીનું નામ ખુશી અને તેના પાલક પિતા બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા
હાલના સમયમાં સામાન્ય માણસને ખાખી વર્દીથી ડર લાગતો હોય છે, તેવા સમયમાં જો ખાખી વર્દીની હુંફ અને સુરક્ષાનો અનુભવ કોઈને થાય તો તે અનુભવ તે વ્યક્તિ જ વર્ણવી શકે. જોકે પોલીસ ખાતાના ઈતિહાસમાં ઘણા પોલીસકર્મી અને અધિકારીઓએ પોતાની માનવતાની મહેકથી ખાતાની જાહેરમાં સરાહના થાય તેવા ઘણા કામો પણ કર્યા જ છે.બોટાદ જિલ્લામાં એક આવી જ એક ઘટના સર્જાઈ જેમાં લોકોને ખાખી વર્દી પાછળનો માણસ પણ જોવા મળ્યો રાણપુર નદીના પટમાંથી મળેલી બાળકીના પાલક પિતા જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા બન્યા છે બે વર્ષ પહેલાં રાજકોટથી મળેલી અંબા હજુ રવિવારે જ તે અંબાને દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવ્યો હતો અંબા હજુ ઇટાલી પોહચી પણ નહીં હોય ત્યાં રવિવારે બપોરના સમયે બોટાદના રાણપૂરથી ત્યજી દીધેલી ખુશી મળી આવી છે બીજી તરફ મળેલી ખુશીના નિષ્ઠુર માં-બાપના અમાનવીય કૃત્ય સામે લોકોમાં ભારે આક્રોશ છવાયો છે બોટાદના રાણપુર ભાદર નદીના પટમાં આજે બપોરના સમયે ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગયો છે. નિષ્ઠુર માતા-પિતા તેની નવજાતને મરવા માટે છોડી ગયા હતા, પરંતુ કુદરતની ગતિ ન્યારી છે, રડતી બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને આ નવજાતને બચાવી લેવાઈ હતી ફૂલ જેવી નવજાત બાળકીને કોઈએ અગમ્ય કારણોસર તરછોડી દેતા નદીના પટમાંથી પસાર થતા રાહદારીને બાળકીનો રડવાનો અવાજ સાંભળતા ચોંકી ઉઠ્યા હતા ત્યાર બાદ ગામ સ્થાનિક લોકોએ પોલીસ જાણ કરતા લોકોનો ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા પોલીસ અને ૧૦૮ ને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ અધિકારી અને ૧૦૮ તાબડતોડ પહોંચી જઈ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ તરછોડાયેલ બાળકીની હાલત સ્વસ્થ છે. પોલીસે બાળકીને કોણ તરછોડી ગયું તે દિશામાં તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથધરી હતી સમગ્ર મામલે બોટાદ જિલ્લા પોલીસવડાને જાણ કરાતા હર્ષદ મહેતા ઘટના સ્થળે દોડી જઈને તબીબ ટિમો સાથે પરામર્શ બાળકીના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી બાળકીનું નામ પણ ખુશી રાખી દેવામાં આવ્યું છે બાળકીના પાલક પિતા જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા બન્યા છે એટલે કહી શકાય કે બાળકીનું નામ ખુશી અને તેના પાલક પિતા બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા અને ખાખીની છત્રછાયામાં હવે ખુશીનો થશે ઉછેર.. કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે એમ આ બાળકીના ભાગ્યમાં કંઈ બીજુ જ લખાયેલું હશે કે આ બાળકીને નદીના પટમાંથી જંગલી જાનવર કે કુતરા ન લઈ ગયા અને સારવાર મળતા બાળકી બચી ગઈ છે આપણે ત્યાં હજુ પણ આવી ઘટનાઓ ઘણી ઘટે છે જેમાં બાળકો જેમને નસીબ નથી થતાં તે લોકો રડી-રડીને, તબીબોને ત્યાં લાઈનોમાં લાગીને, મંદીરો-મસ્જીદો-ગુરુદ્વારાઓમાં માથા ટેકવીને પ્રભુને બાળક આપવા માટે આજીજી કરતા હોય છે ત્યારે ઘણા એવા પણ છે જેમને સંતાન મળ્યાની કદર પણ નથી. ભગવાને તેમના ખોળામાં જતન માટે આપેલા એ ફુલને તેઓ તરછોડી ન જાણે કયા દુઃખથી પીછો છોડાવતા હશે..
તસવીર-અહેવાલ:વિપુલ લુહાર,રાણપુર
