આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ યોજાનાર હોય જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા મતવિસ્તારના ૨૭ બુથની મુલાકાત કલેકટર શ્રી રચિત રાજે મુલાકાત લીધી હતી.આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, ૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવાઓ મતદાર બને તેમજ મતદાર યાદી ક્ષતિરહિત બને એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૧૨-૮-૨૦૨૨ થી તા.૧૧-૯-૨૦૨૨ સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજ દ્વારા તા.૨૧ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા ૮૫-માણાવદર,૮૬-જૂનાગઢ,૮૭-વિસાવદર,૮૮-કેશોદ,૮૯-માંગરોળ વિસ્તારની મુલાકાત લીધી હતી.જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ઓછુ મતદાન થયેલ હોય એવા ૯ લોકેશન પર ૨૭ બુથની ઓળખ કરી અને મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન કલેકટર શ્રી એ બીએલઓની મુલાકાત, ઈપી રેશીયો ઓછો હોય તેવા બુથની મુલાકાત લઈ અને એનાલીસીસ કરી વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેમજ, ૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવાન મતદાર બને એ માટે ઈઆરઓ,બીએલઓ,સુપરવાઈઝર તેમજ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલ ટીમને સૂચનાઓ આપી હતી.


