Gujarat

ખેડા જિલ્લા અને સમાવિષ્ટ તાલુકાઓ ની કારોબારી પૂર્ણ થતાં  જિલ્લા કક્ષા નું મહા અધિવેશન યોજાયું ..

પત્રકાર એકતા પરિષદ ની ખેડા જિલ્લા ની મિટિંગ કપડવંજ ખાતે મળી.
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પત્રકાર એકતા પરિષદ ગુજરાત નું એક ખાસ જિલ્લા કક્ષા નું મહા અધિવેશન યોજવામાં આવ્યું હતું.. કપડવંજનાં  લાયન્સ ક્લબ ના હોલ માં અધિવેશન માં હાજરી આપી પત્રકાર એકતા પરિષદ નાં  પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા,પ્રદેશ પ્રભારી ,ગૌરાંગ ભાઈ પંડ્યા, પ્રદેશ ઉપાધ્યક્ષ  ગીરવાનસિહ સરવૈયા, પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ સમીરભાઈ બાવાણી પ્રદેશ અગ્રણી સર્વ પાલીતાણા થી આર.બી રાઠોડ, અમદાવાદ થી દિનેશભાઈ કલાલ, જૂનાગઢ થી મુકેશભાઈ સખીયા,મહેસાણા થી પ્રહલાદ ભાઈ ચૌહાણ,બનાસકાંઠા થી  જગદીશ સિહ પરમાર, બનાસકાંઠા થી અંબારામ રાવળ,વડોદરા થી નિલેશ ભાઈ પાઠક , શૈલેષ ભાઈ પંડ્યા, સહિત પ્રદેશ કારોબારી સભ્યો,ઝોન -૯ ના પ્રભારી  ભરતસિહ રાઠોડ, જોન ૧૦ ના પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા, જોન ૧૨ ના પ્રભારી હેમુભા વાઘેલા, મહેસાણા જિલ્લા પ્રમુખ   રાજેશભાઈ યોગી,  ધીરુભાઈ પરમાર, જોન ૯ ના  મનોજ ભાઈ રાવળ, સહિત મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા..
        કાર્યક્રમ નો પ્રારંભ ભારતીય  દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો,સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ના વરદ હસ્તે કરવામાં આવ્યા,બાદ ઉપરોક્ત પ્રદેશ આગેવાનો અને મહેમાનો નું ફૂલ હાર થી સ્વાગત સ્થાનિક પત્રકારોએ કર્યું હતું..
કાર્યક્રમ નું સુંદર સંચાલન પ્રદેશ આઇ.ટી. સેલ ના અધ્યક્ષ સમિર બાવાણી એ કર્યું હતું.
 ખેડા જિલ્લામાં પ્રમુખ  ચેતનદાસ પટેલ  દ્વારા ખેડા જિલ્લામાં મંત્રી તરીકે રાજેશ ભાઈ દવે, બિપીન ભાઈ પંડ્યા,મહેશ પટેલ સહિત અન્ય ને ખેડા જિલ્લામાં નિમણૂકો અપાઈ.
જ્યારે મકસુદ કારીગર ની કઠલાલ તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી મહુધા તાલુકા પ્રમુખ તરીકે  ઇરફાન મલેક ને અને ખેડા જિલ્લાના અન્ય તાલુકા પ્રમુખો ની નિમણુકો આપી હતી  જ્યારે ખેડા જિલ્લા ના તમામ તાલુકા અને જિલ્લા ના નવનિયુક્ત હોદ્દેદારો ને સન્માન કરી,નિયુક્તિ પત્રો પ્રદેશ આગેવાનો ના વરદહસ્તે આપવામાં આવ્યા હતા.
ગુજરાત રાજયમા પત્રકાર એકતા પરિષદ ના નેજા હેઠળ ખેડા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ ચેતનદાસ પટેલ ની સમગ્ર હોદ્દેદારોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *