Gujarat

ખેડાના સોનીપુરા પાસેથી ૧.૧૭ લાખનો વિદેશી દારૂ પકડાયો

નડિયાદ
ખેડા જિલ્લામા દારૂની બદીઓને અંકુશમાં લાવવા પોલીસે કામગીરી હાથ ધરી છે. સેવાલીયા પોલીસે ગળતેશ્વરના સોનીપુરા પાસે પીછો કરેલી કારમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કર્યા છે. આ બનાવમાં કાર ચાલક સહિત અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થયા છે. પોલીસે દારુ સહિત કાર મળી કુલ રૂપિયા ૧ લાખ ૬૭ હજાર ૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા બે શખ્સો સામે પ્રોહિબીશનનો ગુધો નોધ્યો છે. સેવાલીયા પોલીસના માણસો ગતરાત્રે સોનીપુરા તાબેના પીપળીયા ગામ નજીક મહિસાગર નદીના બ્રિજ પર પેટ્રોલીંગમા ઊભા હતા. આ દરમિયાન પંચમહાલ તરફથી આવતી લાલ કલરની ઈન્ડીગો કાર નંબર (જીજે-૧૬-એજે-૦૫૭૪)ને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કેનાલ તરફ કારને હંકારી મૂકી હતી. આથી પોલીસને શંકા જતા આ કારનો પીછો કર્યો હતો. થોડે દૂર કેનાલના આડબંધ પાસે કારને બિનવારસી હાલતમાં મૂકી કાર ચાલક અને અન્ય એક ઈસમ ફરાર થયા હતા. પહોચેલી પોલીસે આ બન્ને ઈસમો પાછળ દોટ મૂકી હતી. પરંતુ રાતના અંધારામાં આ બન્ને લોકો નાસી છૂટયા હતા. પોલીસે કારનો કબ્જાે મેળવી કારની તલાશી લીધી હતી. દરમિયાન કારમાં દારૂ હોવાનુ જાણવા મળ્યુ હતું. આથી પોલીસે કારને ટોઈંગ કરી સેવાલીયા પોલીસ સ્ટેશને લાવ્યા હતા જે બાદ કારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની જુદા જુદા માર્કાની બોટલો નંગ ૨૪૦ કિંમત રૂપિયા ૧ લાખ ૧૭ હજાર ૩૬૦ તથા કાર મળી કુલ રૂપિયા ૧ લાખ ૬૭ હજાર ૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુધો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Detention-of-two-persons-with-case-of-Rs-6.07-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *