Gujarat

ગુજરાત કોલેજના વિધાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની સ્ટેટ લેવલની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા

અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિધાર્થીઓ સાથે કોલેજના જ સ્પોર્ટ્સ વિભાગના પ્રોફેસરે ઠગાઈ કરી છે. પ્રોફેસરે વિધાર્થીઓને એરફોર્સમાં નોકરી અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ કરાવવા અલગ અલગ રકમ પડાવી હતી. જે અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

એરફોર્સની ભરતીમાં સિલેક્શન રાવી આપવાની લાલચ આપી સાણંદમાં રહેતો પ્રતીક મિશ્રા નામનો વિદ્યાર્થી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે. પ્રતીક ગુજરાત કોલેજના વોલીબોલ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે જતો હતો, ત્યારે કોલેજના સ્પોટ્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફરજ બજાવતા પ્રજ્ઞેશ બારહાટએ પ્રતિકને જણાવ્યું હતું કે, એરફોર્સમાં ભરતી આવી છે, તે નોકરીમાં સેટિંગ કરાવી આપીશ. જે માટે તારે 15000 રૂપિયા ફી પેટે આપવા પડશે. પ્રતિકને એરફોર્સમાં રસ ન હોવાથી ના પાડી હતી.

ક્રિકેટની સ્ટેટ લેવલની મેચમાં સિલેક્શના નામે 99 હજાર પડાવ્યા પ્રોફેસરે સ્ટેટ લેવલ ક્રિકેટ મેચમાં સિલેક્શન કરાવી આપવાનું કહ્યું હતું. જેમાં સિલેક્શન માટે 45,500 આપવાનું જણાવ્યું હતું. પ્રતીક જે માટે સહમત થયો હતો. પ્રતિક અને તેના અન્ય મિત્રો બંનેનું સિલેક્શન કરાવવાનું હતું, જેથી પ્રતિકે તેના અને તેના મિત્રના મળીને 99,000 પ્રોફેસરને ટ્રાન્સફર કર્યા હતા.

મેઈલ ન આવતા વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદ કરી પ્રોફેસર દ્વારા ઈમેલ આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ પ્રતિક પર કોઈ પણ ઈમેલ આવ્યો ન હતો. જે બાદ પ્રોફેસરને ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પ્રતિકને જાણ થઈ હતી કે પ્રોફેસરે કોલેજના અન્ય બે વિદ્યાર્થીઓ પાસેથી પણ એરફોર્સમાં નોકરી આપવાના બહાને 15 હજાર રૂપિયા પડાવ્યા છે. આમ કુલ વિદ્યાર્થીઓ સાથે 1.29 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે મામલે એલિસબ્રિજ પોલીસે પ્રોફેસર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.