Gujarat

ગાંધીનગરના સેક્ટર -૧૧ બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં યુવાનની ગોળી મારીને કરપીણ હત્યા

ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર -૧૧ બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે ૩૫ વર્ષીય કિરણ હીરાજી ઠાકોર (મકવાણા)ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી છે. બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો છે. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે ૩૫ વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારના સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન સેક્ટર – ૧૧ બીરસા મુંડા ભવન પાસે પલ્સર બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ કિરણનો પીછો કર્યો હતો. બાદમાં મોકો મળતાં જ પાછળથી રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરીને નાસી ગયા હતા. ઓફિસ સમયગાળા દરમિયાન ફાયરિંગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. કિરણ સચિવાલય ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે છેલ્લા ૧૩ વર્ષથી નોકરી કરતો હતો. આજે પણ રાબેતા મુજબ ઘરેથી સાયકલ લઈને કિરણ નોકરી જવા નિકળ્યો હતો. નિયમિત રીતે કિરણ ઉક્ત રસ્તેથી થઈને સચિવાલય જતો હતો. જેથી પલ્સર બાઇક પર આવેલા બન્ને હત્યારાને કિરણની ગતિવિધિઓની અગાઉથી જાણ હોવી જાેઈએ. ૯એમએમની ગોળીથી કિરણની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ ચલાવી રહી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *