Gujarat

ગીર સોમનાથ જિલ્લા ની કૃપાલું સાયન્સ એકેડેમી પ્રાસલી ની વિદ્યાર્થીની  ધો.12 સાયન્સ માં ગીર સોમનાથ જિલ્લા માં પ્રથમ ક્રમ (A1)ગ્રેડ મેળવતા શાળા નું ગૌરવ વધાર્યું 

ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવા સતત અભ્યાસ માં મગ્ન રહેતી કેનિશાબેન ને A1 ગ્રેડ મેળવ્યું
હાલ પૂર્ણ થયેલ બોર્ડ ની પરીક્ષા માં ગીર સોમનાથ જિલ્લાની કૃપાલું સાયન્સ એકેડેમી માં ધો 12 માં અભ્યાસ કરતી કેનિશાબેન માનસિંહભાઈ મોરી એ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા  ખાતે માત્ર ને માત્ર એકજ વિદ્યાર્થીની 12 સાયન્સ માં  પ્રથમ ક્રમ(A1)ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ કૃપાલું સાયન્સ એકેડેમી પ્રાસલી નું ગૌરવ વધારેલ છે  આ તકે સંસ્થાના મેં.ટ્રસ્ટીશ્રી વિરાભાઈ ઝાલા પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ ઝાલા તથા શાળા ના આચાર્ય શ્રી તેમજ કૃપાલું સાયન્સ એકેડેમી ના તમામ  શિક્ષક સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને જીવન માં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી
છેલ્લા 9 વર્ષ થી વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામો ની હારમાળા રચતી ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર શાળા  કૃપાલું સાયન્સ એકેડેમી પ્રાસલી  કાર્યરત રહે
ધો 12 (સાયન્સ ) ગીર સોમનાથ જિલ્લાનું પરિણામ 70.49%  આવેલું છે જ્યારે કૃપાલુ સાયન્સ એકેડેમી શાળા નું પરિણામ 75.55 %આવેલ જેમા પ્રથમ ક્રમે આવનાર ગીર સોમનાથ જિલ્લાની તેજસ્વી વિદ્યાર્થીની કેનિશાબેન મોરી  એક સામાન્ય પરિવારની દીકરી એ
A1 ગ્રેડ મેળવતા કુટુંબ નું તેમજ સાથે સાથે  સુત્રાપાડા વિસ્તારનું પણ ગૌરવ વધારેલ છે તેથી કુટુંબ પરિવાર તરફ થી પણ આગળ ઉચ્ચ અભ્યાસ કરી કેનિશાબેન નું ડોક્ટર બનવાનું સપનું  સાકાર કરવા કટિબંધ રહે અને  ઉચ્ચ અભ્યાસ માટે ( neet) નું પરિણામ પણ સારું મેળવે અને સફળતા મેળવતા રહે તેવી શુભેચ્છા ઠેર ઠેર થી મળી રહી છે

IMG-20220513-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *