વેરાવળ
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. એવા સમયે ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ શરૂ થયા બાદ પ્રથમવાર કોઈ વિદ્યાર્થી કે શિક્ષક કોરોનોની ઝપેટમાં આવ્યાનું સામે આવ્યુ છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા મથક વેરાવળ તાલુકાની બાદલપરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૭ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યુ છે. જેના પગલે આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તંત્રએ તકેદારીના ભાગરૂપે બાદલપરા પ્રાથમિક શાળાને આગામી ૧૦ દિવસ માટે બંધ કરવા આદેશ કર્યો છે. કોરોના સંક્રમિત થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટીંગ હાથ ધરવાની કવાયત આરોગ્ય વિભાગે હાથ ધરી છે.કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામની સરકારી શાળામાંથી એક શિક્ષિકા અને એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. શિક્ષિકા અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે શાળાને ૧૦ દિવસ માટે બંધ કરવા આદેશ કરાયો છે.
