જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
ગીર સોમનાથ તા. -૨૮, દાયકાઓ પહેલા એક સમય હતો કે, જ્યારે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલની અંદર જ પોતાનું જીવન પૂરું કરતી પરંતુ ગુજરાત સરકારશ્રીની મહિલા સશક્તિકરણ લક્ષી યોજનાઓ અને અભિગમને કારણે આજે મહિલા પુરુષ સમોવડી બની છે. આર્થિક ઉપાર્જન હોય કે જનસંપર્ક સ્ત્રીઓ પુરુષોની સાથે ખભેથી ખભો મેળવી કામ કરી રહી છે. આવા જ એક સ્ત્રી છે રમળેચી ગામના આશાબેન વી ઉદ્દેશ, આશાબેન છ વર્ષ પહેલા રામદેવપીર મિશન મંગલમ સખી મંડળમાં જોડાયા હતા સરકારશ્રી દ્વારા સખી મંડળને પ્રોત્સાહન રૂપે અનેક સહાય અને લોન આપવામાં આવી. જેની ફળશ્રુતિ સ્વરૂપે સખીમંડળ દ્વારા અભૂતપૂર્વ વિકાસ સાધવામાં આવ્યો. હાલમાં ૨૦ જેટલા બહેનો આ મંડળના સભ્ય છે. બહેનોએ સિલાઈકામ, સાડી વેચાણ, રસોડા તેમજ રાચ-રચીલા સુશોભનનું વેચાણ કરીને આર્થિક સ્વતંત્રતા મેળવી છે. આજે આ બહેનો સમાજની વચ્ચે પોતાનો મત રાખતા જરા પણ સંકોચાતી નથી રાજ્ય સરકારની સ્ત્રી સશક્તિકરણની નેમ ને મિશન મંગલમ જૂથ દ્વારા મળેલ આર્થિક સ્વતંત્રતા પૂર્ણતા તરફ દોરી જઇ રહી છે.
અત્રે ઉલ્લેખીય છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. છેવાડાની મહિલા સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચીત ના રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવી છે. જેનો લાભાર્થી આશાબેને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


