ગીરગઢડા તાલુકાના અનેક ખેડૂતોને દુકાન સંચાલકે ડુપ્લીકેટ દવા પધરાવી હોવાની ચર્ચા…
ઊના – ખેડૂતને જગતનો તા કહેવામાં આવે છે. અને આ જગતનો તાત પોતાના ખેતરમાં વાવણી કર્યા બાદ પાકની માવજત કરતો હોય છે. અને કાળી મહેનત કરતા ખેડૂતને પાકની જાળવણી માટે સમયાંતરે વાવણી કરેલ પાકની જાળવણી માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે. ત્યારે ગીરગઢડામાં જામવાળા રોડ પર આવેલ શ્રીહરી એગ્રો કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝરના સંચાલકો ખેડૂતોને ડુપ્લીકેટ દવા ધાબડી દેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થતાં આ એગ્રોના સંચાલકોએ ખેડૂતને ઉડાવ જવાબ આપતા ખેડૂતો એગ્રો સંચાલક વિરૂધ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા પોહચતા મામલો ગંભીર બની જવા પામેલ.
આ અંગે સનવાવ ગામના ખેડૂત કિશોરભાઇ મનસુખભાઇ પરમારે ખેતીવાડી અધિકારીને કરેલ લેખિત ફરીયાદમાં જણાવ્યા મુજબ ગીરગઢડા જામવાળા રોડ પર આવેલ શ્રીહરી એગ્રો કમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર નામની દુકાન માંથી ગત તા.૯ અને ૧૯ જુલાઇના રોજ મગફળી અને સોયાબિનના વાવેતરમાં છાંટવા માટે જંતુનાશક દવા ખરીદેલ અને દવાનો છંટકાવ કરેલ પરંતુ દવાના છંટકાવ પછી પાકમાં કોણપણ જાતની અસર બતાવેલ નહી તેથી અમો આ સંદર્ભે તેમની દુકાને ગયેલ અને ખેડૂતને ગાળો આપી દુકાન માંથ કાઢી મુકેલ વિશેષમાં ખેડૂત કિશોરભાઇ પરમારે પોતાની રજુઆતમાં એવું પણ જણાવેલ છેકે આ શ્રીહરી એગ્રોમાં અન્ય દવાઓ પણ વહેચતા હોય છે. તે દવા પણ ડુપ્લીકેટ હોવાની શંકા વ્યક્ત કરી હતી. અને આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્રારા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો જંતુનાશક ડુપ્લીકેટ દવાનું મોટુ કોંભાડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. તેમજ ગ્રામ્ય વિસ્રતાના નાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરી આવી ડુપ્લીકેટ દવા કેટલા સમયતી વેહચી રહ્યાં છે. તેની તપાસ કરવામાં આવે તો તેનો મૂળ ક્યાંક સુધી પોહચશે. તેમજ આ શ્રીહરી એગ્રોની અન્ય શહેરો સાવરકુંડલા, ચલાળા તેમજ દેરડી ગામે પણ તેમની પેઢી હોય ત્યાં પણ આવુ ડુપ્લીકેટ દવાનું વેચાણ થઇ રહ્યું છે કે નહી તે પણ તપાસનો વિષય છે. ત્યારે સનવાવ ગામના ખેડૂતે આ બાબતે ગીરગઢડા મામલતદાર તેમજ પોલીસમાં પણ આ બાબતે લેખિતમાં ફરીયાદ કરી હોય આ અંગે તટસ્થ અને ન્યાયીક તપાસની માંગણી કરેલ છે.
બોક્ષ્ – એગ્રો પેઢીના સંચાલકો એમ બી એ અને બી એસ સી એગ્રો..
ગીરગઢડામાં જામવાળા રોડ પર આવેલ શ્રીહરી એગ્રો કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝરના સંચાલકો હર્ષિલભાઇ સુહાગીયાએ એમ બી એ સુધીનો અને અજયભાઇ કાકડીયાએ બિ એસ સી એગ્રો સુધીનો અભ્યાસ કર્યો હોય તેમ છતાં પણ ખેડૂતોને ડેપ્લીકેટ દવા આપી હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે.
બોક્ષ્ – આ અંગેની તપાસ થશે કે ભિનું સંકેલાય જશે ?..
ખેડૂતને ડેપ્લીકેટ દવા એગ્રોના સંચાલકે ધાબડી દિધાની ફરીયાદ અને ઉહાપોહ થયા બાદ જવાબદાર અધિકારીઓ પણ પોહચી ગયા હતા. ત્યારે આ બાબની તપાસ થશે કે પછી ભિનું સંકેલાઇ જશે તેવો સવાલ પણ ઉઠવા પામેલ છે.

