રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ મામલતદાર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકાના કાર્યકરોએ મુલાકાત લીધી હતી.તેમજ હાલમા નવનિયુક્ત મામલતદાર રણજીતસિંહ મોરી સાથે પણ મુલાકાત કરી હતી તેમજ પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.તેમજ તમામ સમાજ માટે લોક ઉપયોગી કાર્યો કરશું તેવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના કાર્યકરો ખાતરી આપી હતી.


