મુંબઇ
ડ્રામા કવીન રાખી સાવંત હાલના દિવસોમાં પોતાની લવ લાઇફને લઇ ચર્ચામાં છે.આદિલ ખાન દુર્રાની સાથે પ્રેમ પહેલા રાખી ખુબ ટ્રામા સહન કરી ચુકી છે.પૂર્વ પતિ રિતેશ સાથે તેના લગ્ન તુટયા બાદ તે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઇ હવે રાખીએ એક શોકિંગ ખુલાસો કર્યો છે જેની બાબતમાં સાંભળ્યા બાદ ચોક્કસ તમે રાખીથી આવા વાત કરવા માટે નારાજ પણ થઇ શકો છે.
રાખીએ એક ઇટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે પોતાના પૂર્વ પતિ રિતેશને કયારેય માફ કરશે નહીં પોતાના તલાકની બાબતમાં બોલતા રાખીએ કહ્યું કે જે પણ રિતેશે તેની માતાની સાથે કર્યું ત્યારબાદ તે તેને કયારેય માફ કરશે નહીં રાખીએ કહ્યું કે તે એક સમયે એટલી પરેશાન થઇં કે તેનેે આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો અને તેનું કારણ કોઇ અન્ય નહીં પરંતુ રિતેશ હતો
રાખીએ કહ્યું કે જયારે તે બિગ બોસમાં હતી ત્યારે રિતેશે તેની માતાને હોસ્પિટલમાં એકલી છોડી દીધી હતી ન તો તેણે માતાની સંભાળ કરી અને ન તો બીલ ચુકવ્યું રાખીએ કહ્યું કે તે આ તમામ વસ્તુથી દુખી થઇ પોતાને ફાંસી પર લટકાવી દેવાની ઇચ્છા ધરાવતી હતી અને આત્મહત્યાના વીડિયોમાં તેને માટે જવાબદાર રિતેશને ઠેરવવા માંગતી હતી રાખીએ કહ્યું કે તે ડિપ્રેશનમાં હતી તે કોઇથી વાત કરતી ન હતી રાખીનું આ નિવેદન તો હકીકતમાં ચોંકાવનારૂ છે જાે કે એ સારી વાત છે કે રાખીએ ખતરનાક પગલુ ઉઠાવ્યું નહીં
રાખી સાંવતનું આ નિવેદન સાંભળી તેના પ્રશંસકો ખુબ દુખી છે.તે રાખીને ધૈર્ય રાખવાની અને જીદગીમાં ખુશ રહેવાની વાત કહી રહ્યાં છે રાખી હવે રિતેશથી અલગ થઇ ચુકી છે રિતેશનું ચેપ્ટર હવે રાખીના જીવનમાં પુરૂ થઇ ગયું છે.રાખી મુવ ઓન કરી ચુકી છે અને પોતાના નવા પ્રેમી આદિલની સાથે સુખમય દિવસો પસાર કરી રહી છે


