Gujarat

ગુજરાતના ઘણા ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી જ નથી

અમદાવાદ
ભારતનેટ નેટવર્ક યોજના હેઠળ ૩ જાન્યુઆરી, ૨૦૨૧ અનુસાર દેશમાં કુલ ૧૦૪૨૫૯ ગ્રામ પંચાયતોમાં વાઇ-ફાઇ હોટસ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે પૈકી ૫૩૯૧૩ પંચાયતોમાં સર્વિસ પૂરી પાડવામાં આવી છે. રાજ્યની વાત કરીએ તો ૩૯૫૪ પંચાયતોમાં વાઇ-ફાઇ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેમાં માત્ર ૧૮૧૪માં સર્વિસ પૂરી પાડવામાં આવી છે.દેશમાં ૫જી મોબાઇલ કનેક્ટિવિટી લૉન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયમાં ગુજરાતમાં ૫૧૨ ગામ એવા છે જ્યાં હજુ સુધી મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા પહોંચી નથી. ૨૦૧૧ની વસ્તી ગણતરી રાજ્યમાં ૧૭૮૪૩ ગામો છે જે પૈકી ૫૧૨માં મોબાઇલ સર્વિસ વિહોણા છે. આ માહિતી લોકસભામાં કોમ્યુનિકેશન મંત્રાલયે રજૂ કરેલા જવાબમાં સામે આવી છે. ડિસેમ્બર ૨૦૨૦ સુધીના આંકડા મુજબ, દેશમાં ૫૯૭૬૧૮ ગામોમાંથી ૨૫૦૬૭ ગામોમાં હજુ સુધી મોબાઇલ સર્વિસ નથી પહોંચી. સૌથી સારા આંકડા પ.બંગાળના છે જ્યાં ૩૭૪૭૮ ગામમાંથી માત્ર ૮ ગામમાં જ સુવિધા નથી.

Mobile-tower.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *