વ્યારા
ગુજરાતના તાપી જિલ્લાને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકામાં સોમ અને મંગળવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ સાથે બરફના કરા પડી રહ્યાં છે. જેના કારણે સફેદ ચાદર પણ પથરાય જાય છે. કમોસમી વરસાદને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે સાથે સાથે ખેતીના પાકો ઘઉં, પપૈયા કેળા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સોમવારની મોડી સાજે થયેલ ગાજવીજ સાથે વરસાદમાં વીજલી પડતા નંદુરબાર જિલ્લાના બોરસલે ગામે ખેતરમાં કામ કરતી બે મહિલા શીતલ રાકેશ ગીરાશે અને ગાયત્રી ઈન્દ્રસિંગ ગીરાશે પર વીજળી પડી હતી. જેમાં શીતલ ગીરાશેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ગાયત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે.ગુજરાત રાજ્યને અડીને આવેલા નંદુરબાર જિલ્લાના શાહદા તાલીકામાં છેલ્લા બે દિવસતી કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા જનજીવન પર અસર સાથે ખેતીના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યુ છે. કમોસમી વરસાદ સાથે વીજળી પડતા બોરસલે ગામે ખેતરમાં કામ કરતી યુવતીનું વીજળી પડતાં મોત નીપજ્યુ હતુ.
