Gujarat

ગોંડલના મોટાદડવા ગામે દિવ્યાંગ યુવતીની એકલતાનો લાભ લઇ યુવાને દુષ્કર્મ આચર્યું

આટકોટ
ફરી એક વાર રાજકોટ નજીક થી શરમનાક કિસ્સો સ્સામે આવ્યો છે જેમાં ગોંડલના મોટાદડવા ગામે પાલક પિતા સાથે રહેતી ૨૧ વર્ષની દિવ્યાંગ યુવતીની એકલતાનો લાભ લઇ તેના પર તેણીની મરજી વિરુધ્ધ સાવકા પિતાએ બે વાર દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં,જાે આ વિશે કોઇને કશું કહેશે તો માતા, પુત્રીને મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. ગત પાંચ તારીખે તેના માતા બહાર ગયા હતા ત્યારે પોતે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને જાે કોઈને કહેશે તો તને અને તારી માતાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ પછી પણ ફરી તેણી ઘરે એકલી હતી ત્યારે ફરીથી હવસનો શિકાર બનાવી હતી. આથી યુવતીએ તેની માતાને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પિતા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હવસખોર પિતાને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે .

Committed-a-crime.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *