Gujarat

ઘરમાં વીજ જોડાણથી મારા પરીવારનું જીવન ઉજ્જવલ બન્યુ છે : જયંતીભાઈ ચૌહાણ.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
સરકાર  દ્વારા છેવાડાના લોકો સુધી વીજળી પહોંચાડવા માટે અનેક યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. ઝૂંપડપટ્ટી વીજળીકરણ જોડાણ યોજના હેઠળ લોકોને વિનામૂલ્યે ઘરગથ્થુ વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. આજના સમયમા ઉર્જા ક્ષેત્રે ઘણી યોજનાઓ અમલી છે. શ્રીરામ ઓડિટોરિયમ હોલ, સોમનાથ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમમાં વીજ કનેક્શન મેળવનાર લાભાર્થી ચૌહાણ હિતેષભાઈએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે, ઘરમાં વીજ જોડાણથી મારા પરીવારનું જીવન ઉજ્જવલ બન્યું છે. મે કરકસર કરીને મકાન લીધુ પણ અમારા ઘરમાં લાઈટ ન હતી અને આર્થીક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ખર્ચ કરીને લાઈટ મેળવી શક્ય ન હતી. ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત પીજીવીસીએલ વિભાગ દ્વારા વિનામૂલ્યે વીજ જોડાણ આપવામાં આવે છે તેની જાણ થતા મે પણ તેમાં ફોર્મ ભર્યું જેના કારણે મને વિનામૂલ્યે વીજ સીંગલફેઈઝ વીજકનેક્શન સરળતાથી મળ્યુ. આજે અમારા ઘરમાં ૨૪ કલાક વીજળી મળી રહી છે. જેનો સરકાર  નો હુ ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂ છું.

IMG-20220728-WA0645.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *