Gujarat

ઘેલવાટ સ્થિત સ્વામીનારાયણ સત્સંગ હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર પોલીસ દ્વારા ઈ એફ આર આઈ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

 ઓનલાઈન એફઆરઆઈ માટે વાહન ચોરી હોય કે મોબાઈલ ચોરી હોય હવેથી અરજદારને પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને ડિજિટાઈલ કરવા માટે ઈ એફ આર આઇ ની એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે ઈ. એફ. આર. આઇ. કરવા માટે સીટીઝન પોર્ટલ કે ગુગલ પ્લે સ્ટોર પરથી એપ ઇન્સ્ટોલ કરી અરજદાર જાતે જ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે જેથી પોલીસ જાતે અરજદાર નો સંપર્ક કરી 30 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે હાલમાં ઈ એફ આર આઇ માં મોબાઈલ ચોરી અને વાહન ચોરીનો સમાવેશ કરવામાં આવેલ છે મોબાઇલ અને વાહન ચોરીની ઘટનામાં કોઈ જાતની જોર જબરજસ્તી ન કરેલી હોવી જોઈએ આ પ્રકારની તમામ એફઆરઆઇ ની જાણકારી આપવા માટેનો એક કાર્યક્રમ ઘેલવાટ સ્થિત સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર પોલીસ દ્વારા ઈ એફ આર આઇ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ કવાટર ડિ.વાય.એસ.પી.જે.જી.ચાવડા છોટાઉદેપુર પોલીસ મથકના પી.આઇ.કામલિયા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સજન બેન છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા છોટાઉદેપુર નગરપાલિકાના કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા જહીરભાઈ મકરાણી ફારુકભાઈ ફોદા તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ નગરની આવેલી શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220728_185945.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *