ભુજ
ચકચારી બેન્ક લોન કૌભાંડ કેસમાં ૨૦૧૯માં સીઆઈડી ક્રાઇમ પોલીસમાં મુખ્ય આરોપી જેન્તી જેઠાલાલ ઠક્કર,કુશલ મુકેશભાઈ ઠક્કર સહિત કુલ ૫ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો.ગાંધીનગર સીઆઈડીની ટીમે તપાસ દરમ્યાન ફરિયાદમાં જણાવેલા પાંચેય આરોપીઓની અટક કરી વધુ તપાસ વર્ષ ૨૦૨૧માં બોર્ડર રેન્જ ભુજ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. તપાસ દરમ્યાન ભુજમાં ભક્તિપાર્કમાં રહેતા આરોપી નયન મનસુખલાલ ડુડીયાની સંડોવણી સામે આવી હતી. જેથી તેની વિરુદ્ધ પુરાવા એકત્ર કરી અટકાયત કરવામાં આવી છે.જેને ભુજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.તપાસ દરમિયાન જે લોકોની ભૂમિકા સામે આવશે તેઓ સામે પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું. નયને જે-તે સમયે બેન્કમાંથી ખોટી લોન લેવા માટે કામ કર્યું હતું.જેમાં મૃતક ખેડૂતોના નામથી ખોટા ૭/૧૨ના ઉતારા કાઢ્યા હતા તેમજ એગ્રીકલચર લોનના ફોર્મમાં ખોટી સહીઓ કરી હતી.કંપનીના ખોટા લેટરપેડ રજૂ કરી તેમા ભોગગ્રસ્તોએ રૂપિયા સ્વીકાર્યા હોવાની પહોંચ બનાવી મૃતકની સહી કરી ઠગાઇ અને વિશ્વાસઘાતના બનાવમાં મદદગારી કરી હતી તેમજ પોતાના બેન્ક ખાતામાં નાણાકીય લેવડદેવડ કરાવી આર્થિક ફાયદો મેળવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ચકચારી બેન્ક લોન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ પોલીસે ભુજમાંથી વધુ એક શખ્સની ધરપકડ કરી છે.જેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અંગેની વિગતો મુજબ,આઈડીબીઆઈ બળદીયા બેંકની શાખામાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમ્યાન બોગસ ખેડૂત ખાતેદારો ઉભા કરીને તેમના નામથી રૂ.૧૪.૩૦ કરોડની એગ્રીકલચર લોન લેવામાં આવી હતી.જેમાંથી ઘણા ખેડૂતો તો મૃત પામ્યા હતા તેઓના નામે પણ ખોટી સહીઓ કરીને લોન લઈ લેવાઈ હતી.

