Gujarat

છોટા ઉદેપુર એલ.સી.બી.એ ચોરની ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો

છોટા ઉદયપુર
છોટા ઉદેપુરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરને જીલ્લા એલ.સી.બી.એ પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો છે. છોટા ઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકર જીલ્લાના બોડેલી ખાતે ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાઇ હતી. જેને લઇને છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.દ્વારા અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકર વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપ્યાં હતા. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેતા એલ.સી.બી.એ અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકરની ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *