સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે જેમાં નવા વેરિએન્ટ ઓમીક્રોન નો ખતરો વધતો જાય છે ત્યારે આપણો દેશ ભારત દેશ પણ આ ખતરા થી બાકાત રહ્યું નથી આ ખતરા થી બચવા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સલામત સુરક્ષિત રાખવાના પ્રયાસના ભાગરૂપે ઠેર-ઠેર રસીકરણની જાગૃતિ ના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે કોરોના ની રસી લેવામાં બાકી હોય તેઓને વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.તાજેતરમાં જ તારીખ ત્રીજી જાન્યુઆરી થી સાતમી જાન્યુઆરી સુધી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને સુરક્ષિત કરવાના હેતુથી રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્રને ખૂબ જ સારી સફળતા મળી છે આજ થી એટલેકે તારીખ 10 મી જાન્યુઆરી 2022 ને સોમવારથી સીનીયર સીટીઝન અને કોરોના વોરિયર્સો ને કોરોના ના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ એસ એફ હાઇસ્કૂલની પાછળ આવેલ છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં સિનિયર સિટીઝનો પોતાની ફરજ સમજી બુસ્ટર ડોઝ લઇ રહ્યા છે
બાઈટ,૧ રાહુલ ઠક્કર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


