Gujarat

છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પ્રા. શિક્ષક ઘટક સંઘની આજે ચૂંટણી યોજાઈ

જેમાં જિલ્લાના તાલુકા મથકે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, અને મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલ મતગણત્રીમાં છોટાઉદેપુર, બોડેલી અને કવાંટ તાલુકામા મશાલ પેનલનો ભવ્ય વિજય થયો છે,જ્યારે જિલ્લાના છ તાલુકા પૈકી પાવીજેતપુર તાલુકામાં મશાલ પેનલ અને સંખેડા તાલુકામાં ગુલાબ પેનલ સમરસ બની હતી ,તો નસવાડી તાલુકામાં મશાલ પેનલના ચાર હોદ્દેદારો બિનહરીફ થયા સિવાયના અન્ય હોદ્દાઓ ઉપર ગુલાબ પેનલના હોદ્દેદારો વિજયી બન્યા છે. આવતી કાલે જિલ્લા ઘટક સંઘ માટે મતગણતરી હાથ ધરાશે.મશાલ પેનલનો ભવ્ય વિજય થતા તાલુકા શાળા નમ્બર 1 ખાતે વિજય બનેલા હોદ્દેદારો અને સમર્થકોએ ડી જે ના તાલે ઝૂમી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220910_221136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *