ડિજિટલ બ્રિજ દ્વારા લાભાર્થીને પહોંચાડવાના આશય થી શરૂ કરવામાં આવેલ ઇ જન સંવાદ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહયો છે, આજે છોટાઉદેપુર કલેકટર કચેરી કોંફરન્સ હોલ ખાતેથી જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે સમાજ સુરક્ષા યોજનાઓના 21 લાભાર્થીઓ સાથે ઝૂમ મિટિંગ યોજી ઇ સંવાદ કર્યો હતો,ગંગા સ્વરૂપા આર્થિક સહાય ,ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, દિવ્યાંગ વિવાહ સહાય,સ્પોન્સરશીપ યોજના,નિરાધાર વૃદ્ધ સહાય ,વ્હાલી દીકરી યોજના સહિતની યોજનાના જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ જોડાયા હતા,ઇ જન સંવાદની આ પેપર લેશ ડિજિટલ પ્રક્રિયા હોવાથી લાભાર્થીઓ નો સમય અને નાણાં નો વ્યય થતો અટકે છે સાથે અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે,ઇ જન સંવાદ કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે વિસ્તૃત માહિતી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


