અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થઈ રહયા છે અને આઝાદીના આ 75 વર્ષની ઉજવણી અંતર્ગત દેશના પ્રત્યેક નાગરિકની દેશભાવના પ્રબળ બને તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા અને હર ઘર તિરંગાનું જે જન અભિયાન છે તેમાં દેશ ના તમામ લોકો નો ઉત્સાહ જોવાય રહ્યો છે .ત્યારે દેશ માટે સેવા કરતા માજી સૈનિકો એ બાઈક રેલી નું વિશાળ આયોજન કર્યું . છોટાઉદેપુર નગરના રેલવે સ્ટેશનેથી એક વિશાળ તિરંગા બાઈક યાત્રા નીકળી જિલ્લામાં પાનવડ-કવાંટ-બોડેલી-જાંબુઘોડા-ઊંચાપાન-સિંહોદ-પાવીજેતપુર-તેજગઢ આમ 122 કિલોમીટરનું ભ્રમણ કરી અને તેજગઢ હાઈસ્કૂલના મેદાનમાં સાંજે સમાપન થશે.
તિરંગા યાત્રા ને જિલ્લા ના કલેકટર સ્તુતિ ચારણે પ્રસ્થાન કરાવ્યું જેમાં જિલ્લા વિકાસ અધિકારી .સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ .નગર પાલિકા પ્રમુખ ધારાસભ્ય, જિલ્લા પ્રભારી અને મંત્રી નિમિષા સુથાર તથા ગામ ના અગ્રણી હજાર રહ્યા .જિલ્લા કલેકટર જણાવ્યું કે હર ઘર તિરંગા અંતર્ગત જે મહારેલી યોજવા માં આવે તે અને સાથી એ પણ જણાવ્યું કે આપણે પણ ધરે ધરે તિરંગા લહેરાવ્યે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


