Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાંદલજા  તેમજ અન્ય ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ત્યાં નાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઉભા પાક ધોવાણ થઇ જતા ભારે નુકસાન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બે ત્રણ દિવસ અગાઉ એક જ દિવસમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી બોડેલી નગરમાં તેમજ બોડેલી નજીક આવેલા તાંદલજા , પાણેજ , ખોડીયા, રાવપુરા , ગોવિંદપુરા જેવા અનેક ગામડાઓમાં વરસાદી પાણી ખેડૂતો નાં ખેતરોમાં ઘૂસી ગયા હતા જેને લઇને ખેડૂતોના ખેતરોમાં વાવણી કરેલા ઉભા પાક પણ પૂરમાં ધોવાઈ ગયો હતો અને ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેથી ખેડૂતોએ બજારોમાંથી મોંઘા ભાવના ખાતર , બિયારણો લાવીને વાવણી કરી દીધી હતી અને તૈયાર થયેલો પાક જ પાણીમાં તણાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220713-222700_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *