Gujarat

છોટાઉદેપુર જિલ્લાના રાયસીંગપુરા( હરવાંટ ) ગામમાંથી વરઘી ફળીયાને અલગ પાડી અલગ ગામનો દરજજો આપવા બાબતે ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ ૧૩૭– છોટાઉદેપુર મતદાર વિસ્તારમાં ૨૦૧૨ માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા ત્યારે વરઘી ફળીયાને અલગ ગામ આપવા બાબતે રાજય સરકારમાં રજુઆત કરેલી હતી

છોટાઉદેપુર જિલ્લાના રાયસીંગપુરા( હરવાંટ ) ગામમાંથી વરઘી ફળીયાને અલગ પાડી અલગ ગામનો દરજજો આપવા બાબતે ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ ૧૩૭– છોટાઉદેપુર મતદાર વિસ્તારમાં ૨૦૧૨ માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા ત્યારે વરઘી ફળીયાને અલગ ગામ આપવા બાબતે રાજય સરકારમાં રજુઆત કરેલી હતી. ૨૦૧૨ પછી દર વર્ષે વિધાનસભા સત્રમાં વરઘી ફળીયાને અલગ ગામ આપવા બાબતે વારંવાર લેખીત રજુઆતો કરેલી હતી. સરકાર તરફથી હંમેશા હકારાત્મક જવાબો મળતા હતા. પરંતુ કોઈ નિર્ણય કરવામાં આવતો ન હતો. જેથી વારંવારની મહેસુલ સચિવશ્રીઓ સાથે દર વર્ષે રજૂઆત થતાં મે. કલેકટર છોટાઉદેપુર તેમજ મહેસુલ વિભાગના નાના મોટા અધિકારીઓ સાથે આખી દરખાસ્ત તૈયાર કરાવી હતી. જિલ્લા પંચાયત છોટાઉદેપુર ઘ્વારા પણ જરૂરી ઠરાવો જે તે વખતે કરાવીને રજુ કરેલા હતા.
છેલ્લે તા. ૦૪/૦૧/૨૦૨૨ ના રોજ મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રીવેદી સાથે મહેસુલ વિભાગના તમામ નાના— મોટા અધિકારીઓને સાથે રાખીને તાત્કાલીક વરધી ફળીયાને અલગ ગામનો દરજજો આપવા ધારદાર રજુઆત ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કરેલી હતી. તે આધારે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર તા. ૧૮/૦૮/૨૦૨૨ ના રોજ જાહેરનામા ક્રમાંક : ધમ/૨૦૨૨ ૯૯મ પફર/૫૯૨૦૧૬) એમ.એલ.એ.- ૧૧/ લ.૧ જમીન મહેસુલ સંહીતા અન્વયે ઠરાવ કરી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરા(હ) ગામની જમીનમાંથી વરઘી ફળીયા ને અલગ મહેસુલી ગામનો દરજજો આપવામાં આવેલો છે. તેવો ગુજરાત રાજયપાલશ્રીના હુકમથી થયેલ હુંકમ થયેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

FB_IMG_1662535479463.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *