હાલમાં રાજ્યના અનેક જીલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસનાં કારણે પશુ વિભાગ એકશનમા આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તકેદારીના ભાગરૂપે નાયબ પશુપાલન નિયામક છોટાઉદેપુરના દેખરેખ હેઠળ છોટાઉદેપુર જિલ્લાના પશુધનને ઘરે ઘરે ફરીને લમ્પી વાયરસ રોગને ફેલાતો અટકાવવા માટે લમ્પી વાયરસ વિરોધી કુલ ૮૭૦૯૩ પશુઓનું સફળ રસીકરણ કરાયું છે અને હાલ પણ જીલ્લાના પશુ ચિકિત્સકો ખડેપગે રહીને પશુઓનું રસીકરણ સહિત સારવાર કરી રહ્યા છે તેમજ આ રોગને ફેલાતો અટકાવવા સાવચેતીના પગલાં રૂપે છોટાઉદેપુર જિલ્લા પશુપાલન નિયામક દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે છોટાઉદેપુર જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. જણાવ્યા મુજબ હાલમાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ રોગચાળાનાં નિયંત્રણ માટે પશુપાલન શાખા દ્વારા પશુઓમાં રસીકરણ સાથે અસરગ્રસ્ત પશુઓની સારવાર પણ પુરજોશમાં ચાલુ છે જે અંતર્ગત આંકડાકીય માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં હાલની તારીખે ૮૭૦૯૩ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૯ પશુઓમાં લમ્પી વાયરસનાં લક્ષણો જણાતા જેની સામે ૧૦૬ પશુઓ સારવાર બાદ સારા થઈ ગયેલ છે અત્યારે એક કેસની સારવાર ચાલુ છે અને બે પશુઓનું મરણ થયું છે આમ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સારવાર અને રસીકરણની કામગીરીને જીલ્લાના પશુ પાલકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area


