છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ ચિસાડિયા અને નાની સડલી ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર માં જણાવેલ હતું કે રેલવે વિભાગ દ્વારા છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ રેલવે વિભાગ દ્વારા રેલવે ની કામગીરી ચાલુ છે જેમા કેટલાક ખેડૂતો પાસેથી રેલવે વિભાગ દ્વારા જગ્યા લેવામાં આવી હતી અને રેલવે વિભાગ દ્વારા 70% જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવી હતી અને 15 વર્ષ બાદ પણ 30% ખેડૂતોને રકમ ચૂકવવામાં આવી નથી તેવું ખેડૂતોનું કહેવું છે અને આ અંગે છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુવાત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


