Gujarat

છોટાઉદેપુર પંથકમાં સતત બીજા વર્ષે કોરોનાને કારણે ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ ફિક્કો રહેશે

છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં પતંગોત્સવના પર્વને હાથવેંત જેટલો સમય બાકી રહેતા અને જિલ્લામાં કોરોના કેસ ફાટી નીકળતા લોકોમાં દહેશત ફેલાવવા પામી છે.જેને લઇ તેનો સીધી અસર ગણતરીના દિવસોમાં આવતા પતંગોત્સવના તહેવાર ઉપર પડેલ છે. ઉત્તરાયણ કહો પતંગોત્સવ કહો કે મકર સંક્રાતિ કહો….તેને મનાવવા માટે બાળકો તેમજ યુવાધનથી માંડીને પરિવારના તમામ સભ્યોમાં તેનો અનેરો થનગનાટ જોવા મળી આવે છે. આકાશી પર્વને માણવા માટે બાર માસ જેટલો સમય રાહ જોતાં પ્રજાજનોને છેવા બે વર્ષથી કોરોના ગ્રહણ લાગતાં પતંગોત્સવના રંગમાં ભંગ પડે છે. પરંતુ આ વર્ષે અનેક તહેવારોમાં મળેલ આંશિક છૂટછાટીને કારણે તેમજ કોરોનાના કેસો ઓછા થવાના કારણે આ વર્ષે પતંગ ઉત્સવનું પર્વ મોજધી મનાવવામાં આવશે તેવી પતંગ રકિોમાં
આશાઓ સેવાતી હતી. પરંતુ પતંગ ઉત્સવને હાયવેંત જેટલો સમય બાકી રહેતા જિલ્લામાં ફોરોનાના અનેક કેસો પ્રોઝેટીવ મળી આવતાં લોકોમાં પુનઃ ફફડાટ વચ્ચે પતંગોત્સવના આયોજનો ઉપર હાલ જાણે બ્રેક લાગી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરાયણને ચારડાઉનમાં
દિવસ બાકી હોવા છતાં પતંગ વેપારીઓ નવરાત જોવા મળી રહ્યા છે. બાકી હાલ બાળકોને કોરોનાને લઈ શાળાઓમાં માત્ર ઓનલાઇન શિક્ષણ જ કાર્યરત છે, એટલે કે બાળકો માટે વેકેશન જેવો માહોલ છે છતાં ઉત્તરાયણનું કાઉન્ટ ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *