વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
આજ રોજ તા.10/01/2022 ના રોજ ખાંભા મુકામે મામલતદાર સાહેબને સમસ્ત કોળી સમાજ દ્વારા તેમજ ભારતિય જનતા પક્ષના આગેવાનો દ્વારા ખોટી રીતે કોળી સમાજના આગેવાનો અને સમાજ ને બદનામ કરનાર સામે કડકમાં કડક પગલાં લઇ સત્ય હકિકત જાણી જે ગુનેગાર જણાય તેના વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા આવેદનપત્ર આપવા આવ્યું.
ખાંભા તાલુકામાં કોળી સમાજની બહોળી સંખ્યામાં વસવાટ હોઈ જેમાં કોળી સમાજના પ્રમુખ અરવિંદભાઈ ચાવડા અને કોળી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર કમલભાઈ સવજીભાઈ તાપણીયા,સવજીભાઈ મનજીભાઈ તાપણીયા,બિપીનભાઈ તાપણીયા, દ્વારા ખોટા વાહિયાત આરોપ મુકવામાં આવેલ હોઈ જેની તપાસ કરી કોળી સમાજની લાગણી દુભાવનાર અને કોલી સમાજ અને ભાજપના પાયાના કાર્યકર વિરૂધ્ધ અશોભનીય શબ્દોનો ઉપયોગ કરી કોળી સમાજને નીચા બતાવવાની કોશિશ કરનારને સખતમાં સખત સજા મળે અને કોળી સમાજની લાગણીને ઠેસ પહોંચાડનાર આવારા તત્વો ને જાહેરમાં માફી માંગવામાં આવે અને ભવિષ્યમાં કોળી સમાજ જ નહિ અન્ય કોઈ સમાજ વિરૂધ્ધ અશોભનીય વર્તન ન કરે તેવી સજા મળે તેવી કોળી સમાજના આગેવાન એ માંગ કરી.


