Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી ગોવા સ્પીરીટ સ્મુથનેશ વ્હીસ્કી તથા હેરાફેરીમાં વપરાયેલ મહીન્દ્રા કંપનીની તુફાન ગાડી રજી નંબર.GJ-09-BF-6328 સાથે કુલ કિ.રૂ.૨,૨૬,,૫૮૦–/નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા ો તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપ૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક  છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.કામળીયા નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારીઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક મહીન્દ્રા કંપનીની તુફાન ગાડી રજી નબર GJ-09-BF-6328 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને છોટાઉદેપુર તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી આધારે માતુત્વ હોસ્પીટલ પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી મહીન્દ્રા કંપનીની તુફાન ગાડી આવતા તેનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ પાછળ પીછો કરતા સદરી ઈસમ પકડાઇ ગયેલ.જેથી સદરી મહીન્દ્રા કંપનીની તુફાન ગાડી નજીક જઈ જોતા મહીન્દ્રા કંપનીની તુફાન ગાડી ૨જી GJ-09-BF-6328 ની છે જે ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ છુટી પ્લાસ્ટીકના હોલ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જોતા વિદેશી ગોવા સ્પીરીટ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી ના પ્લાસ્ટીકના કંપની શીલબંધ બોટલો નંગ-૬૦ કુલ કી.રૂ ૨૬,૫૮૦/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220910_214428.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *