ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે લેહવાંટ ફાટક ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫૮,૩૪૪/- તથા અલ્ટો ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૦૮,૩૪૪/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


