અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપ નગર ની રેલવે ટ્રેન છેલ્લા ઘણા સમયથી બંધ હતી તેવામાં મુસાફરોને બમણું ભાડું ચૂકવવામાં આવી રહ્યું હતું ત્યારે આજરોજ રાજ્ય સભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપી ને છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપ નગર ની ટ્રેનનું શુભારંભ કરવામાં આવ્યો ત્યારે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી પુનિયાવાટ જવું હોય કે સુસકાલ જવું હોય કે જબુગામ જવું હોય તો તેનું મિનિમમ ત્રીસ રૂપિયા ભાડું થતું હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની માગણી એ છે કે 20 રૂપિયા ભાડું થાય તો છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની મુશ્કેલીઓના પડે તે અંગે છોટાઉદેપુર ના રાજ્ય સભાના સાંસદ સભ્ય અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા દ્વારા જણાવેલ હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


