Gujarat

છોટાઉદેપુરના વસેડી ખાતે જશુભાઇ રાઠવા દ્વારા હોળી મિલન અને રંગોત્સવ કાર્યક્રમ યોજાયો  

છોટાઉદેપુરના વસેડી  સ્થિત સંત કૃપા ફાર્મ ખાતે ગુજરાત આદિજાતિ નિગમના ડેરેિકટર જશુ ભાઈ રાઠવા દ્વારા હોળી મિલન તેમજ રંગોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો આદિવાસી જિલ્લો છે આ વિસ્તારના આદિવાસી સમાજ માટે હોળી એટલે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ને મનાવવા છોટાઉદેપુરથી દૂર દૂર સુધી રોજી રોટી  માટે ગયેલા આદિવાસીઓ હોળીના પર્વને મનાવવા પોતાના માદરે વતનમાં આવી જતા હોય છે. તાજેતરમાં જ હોળી પછીના પાંચ દિવસ સુધી ચાલેલા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હોળીના મેળાઓ યોજાયા  હતા. હોળી પર્વ આદિવાસી સમાજ સાથે મનાવવા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત આદિજાતિ કોર્પોરેશનના ડિરેક્ટર જશુભાઈ રાઠવા દ્વારા ઝોઝ રોડ વસેડી સંત કૃપા ફાર્મ ખાતેહોળી મિલન તેમજ રંગોત્સવ કાર્યક્રમ યોજવામાં
આવ્યો હતો.જેમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી તથા ખાસ કરીને છોટાઉદેપુર તાલુકા માંથી તાલુકા શહેર
ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો છોટાઉદેપુર જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહી એકબીજાને હોળીની
રાભેચ્છાઓ પાઠવી હતી. એકબીજાને રંગોથી રંગ્યા હતા. આદિવાસી સમાજના પરંપરાગત મોટા ઢોલ સાથે ઉત્સાહપૂર્વક નાચગાન કરી હર્ષોલ્લાસ સાથે હોળી મિલન મનાવ્યો હતો. રંગ ઉત્સવ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનુ જશુભાઈ રાઠવા તેમજ તેમના પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220324-213435_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *