અધિકારીઓ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લોક જાગૃતિ માટે રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામમાં સર્વોદય હાઈસ્કુલ ખાતે ગઈકાલે 24 માર્ચ એટલે કે “વિશ્વ ટી.બી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી ના અટકાયતી પગલાં અને લોકજાગૃતિ અર્થાત્ પોસ્ટર સહિત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટીકર ગામના સરપંચશ્રી જીતુભાઈ સોલંકી સહિતના ગ્રામપંચાયતના તમામ સભ્યો,સી.એચ.ઓ મનીષભાઈ તિવારી,એમ.પી.એચ.ડબલ્યુ. કરંગીયા સાહેબ, આંગણવાડીની આશાવર્કર બહેનોએ ખાસ હાજરી આપી વિદ્યાર્થીઓ ને બિરદાવ્યા હતા.સમસ્ત ગ્રામજનો દ્વારા “ટી.બી મુકત ભારત” અભિયાનને સફળ બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી


