ભરૂચ
જંબુસર તાલુકાના ટૂંડજ ગામે સત્તાના દુરુપયોગ અને પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવા બદલ દલિત યુવાન ઉપર ડેપ્યુટી સરપંચના પરિવાર સહિત ૬ લઘુમતી હુમલાખોરોએ કરેલા જાનલેવા હુમલાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જંબુસર તાલુકાના ટુંડજ ગામે તળાવની પાળે ડેપ્યુટી સરપંચના પતિ તથા મળતિયાઓ દ્વારા એકઠા થઈ હિન્દુ દલિત યુવાન પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ગામની સરકારી જમીન પર ડેપ્યુટી સરપંચ તેમજ તેઓના પતિ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી અને ડેપ્યુટી સરપંચે સત્તાનો દુરુપયોગ કરી જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાબતે સુરેશ ડાયાભાઈ વાઘેલા દ્વારા સરકારી વિભાગોમાં કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની તપાસમાં ડેપ્યુટી સરપંચનું પરિવાર ઇકો લઈ નીકળ્યું હતું. ઇકો ગાડીમાં સરપંચના પતિ તોશિફ અજીતસિંહ સિંધા, કેસરીસંગ ફતેસિંહ સિધા, આશિફ અજીતસિંહ સિધા, શરીફ અજીતસિંધા, મુન્નાભાઈ ઉર્ફે મામા અને સાદીકભાઈ ઉદેસંગ સિંધા આમ ૬ મુસ્લિમ લોકોએ ત્યાં ઊભેલા દલિત સુરેશને જાતિ વિષયક શબ્દો બોલી અમારી સામું ફરિયાદ કેમ કરી છે. તેમ કહી ઘાતક હુમલો કરી જમીન ઉપર પાડી ઉપરાછાપરી લાકડીના સપાટા બન્ને પગે ઝીકવા લાગ્યા હતા.બાદમાં ઇકો ગાડીમાં હુમલાખોર ડેપ્યુટી સરપંચનું પરિવાર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયું હતું. સુરેશને પ્રાથમિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેને બંને પગમાં ૫થી ૬ ફેક્ચર અને ઈજા ગંભીર હોય જેથી વધુ સારવાર અર્થે બરોડા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી બન્ને પગે ફ્રૅક્ચર તથા લોહી વધુ વહી જવાના કારણે વધુ સારવાર માટે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કાવી પોલીસે ૬ હુમલાખોરો સામે એટ્રોસિટી અને જીવલેણ હુમલાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.


