ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ…
જય મહાપરિષદ
મહેન્દ્રભાઈ ઘેલાણી, જયંતભાઈ ઘેલાણી, જનકભાઈ ઠાકર, સમગ્ર ટ્રસ્ટીગણ મંડળ, કાનબાઈ લાલબાઈ મોતિબાઈ કન્યાશાળા મેનેજમેન્ટ ટીમ વિલે પાર્લે, મુંબઈ.
મુરબી સતિષભાઈ વિઠલાણી પ્રમુખ લોહાણા મહાપરિષદ.
યોગેશભાઈ ઉનડકટ રાષ્ટ્રીય અધ્યક્ષ છાત્રાલય કમિટી શ્રી લોહાણા મહાપરિષદ તથા (પ્રમુખ તાલાલા લોહાણા મહાજન)
વિક્રમભાઈ તન્ના વેરાવળ. (ટ્રસ્ટી શ્રી લોહાણા મહાજન વેરાવળ)
હું અનિષ રાચ્છ વેરાવળ થી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન સભ્ય આપનો આદર કરૂં છું.
આપ સર્વનુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી કામના કરું છું.
આ લેખિત નિવેદનથી વિનંતી કરું છું કે હાલ દેશ માં કોરોના સતત હળવો થઈ રહ્યો છે સાથે આપણું જીવન પણ રાબેતા મુજબ શરૂ થઇ ગયેલ છે ત્યારે શિક્ષણ નિ અવગણના કેમ કરવિ સમગ્ર ભારતભરમાંથી આપણા સમાજનિ વિદ્યાર્થીનીઓ મુંબઈ મુકામે અભ્યાસ અર્થે વિલેપાર્લે ખાતે આપણા સમાજની સંસ્થા કાનબાઈ કન્યાશાળા ટ્રસ્ટ નિ હોસ્ટેલ માં સુરક્ષિત રીતે રહીને જુદી જુદી સ્કૂલો તેમજ કોલેજમાં અભ્યાસ કરી પોતાના કેરિયરને ઉચ્ચ મુકામ સુધી પહોંચડવા પ્રયત્નશીલ હોય છે. તેમાં કાંનબાઈ કન્યાશાળા ટ્રસ્ટ તથા ટ્રસ્ટીગણ, મેનેજમેન્ટ નો મોટો સિંહફાળો માનવામાં આવે છે.
હાલ કાનબાઈ કન્યાશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણો એ આગામી એસ.એસ.સી, અને એચ.એસ.સી ની આવતી પરીક્ષાઓ ને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાંથી આવતી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા આવે તે પુરતિ રહેવા-જમવાની અગડતા ના પડે તેવા શુભ હેતુથી પરીક્ષાના દીવસો સુધી કાનભાઈ કન્યાશાળા ની હોસ્ટેલ તારીખ 03/03/2022 થી સરૂ કરવા નો નિર્ણય લીધેલ હોવનુ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ છે.
ઉપક્રોત નિર્ણયને લોહાણા મહાપરિષદના છાત્રાલય કંમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેશભાઈ ઉનડકટ (તાલાલા) તથા વિક્રમભાઈ તન્ના વેરાવળનાઓ એ પણ બિરદાવ્યા છે. ત્યારે સમગ્ર ભારતભરમાંથી પણ આ નિર્ણયને અનેક વાલીઓએ વધાવી નિર્ણયને દીકરીઓ નિ શુરક્ષા હેતુ આવકારદાયક ગણાવિયો છે.
હું પણ આ નિર્ણય ને વાલીઓના હીતમા વિદ્યાર્થીઓની સુરાક્ષાહિત ગણી ટ્રસ્ટીગણ તથા મેનેજમેન્ટ નો વિનમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ઉપરકોટ સંદર્ભે અનેક રાજ્યોમાંથી આપણા સમાજ નિ દીકરીઓ કાનબાઈ કન્યાશાળા ટ્રસ્ટ મા રહીને ઉચ્ચ અભ્યાસ તથા કોલેજ કરતિ હોય અને હાલ આવિ એનેક દીકરીઓને ઓનલાઇન ને બદલે ફિઝિકલ ક્લાસીસ શરૂ થઈ ગયેલા હોય અને આગમી દિવસોમાં તેની પરીક્ષા પણ લેવામાં આવનાર હોય ત્યારે અનેક કોલેજો ના નિયમ મુજબ ઓછી ફિઝિકલ હાજરી હોવાથી આગામી પરીક્ષામાં બેસવા દેવાશે નહીં તેવા નિર્ણય થી વાલીઓ ને અતિ ચિંતા ઉપજાવે તે સ્વભાવિક છે.
અનેક વાલીઓ તરફથી આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોવાની રજૂઆત મને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે ત્યારે આપના માધ્યમથી આ રજૂઆત નું સમાધાન કરવા ટ્રસ્ટી મંડળ સાથે મિટીંગ યોજી ચર્ચા વિર્મશ કરવામાં આવે જેથી આપણા સમાજની દિકરીઓ ને ન્યાય અપાવા આપ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિમિત બનો જેથી વર્ષોથી કાનભાઈ ટ્રસ્ટ નિ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ નિ શુરક્ષા તથા વાલીઓ નિ ચિંતા નો ઉકેલ લાવવા કાનાબાઈ ટ્રસ્ટ નિ કન્યાશાળા (હોસ્ટેલ) આગામી દિવસોમાં રાબેતા મુજબ શરૂ કરવા ટ્રસ્ટીગણો સાથે ચર્ચા વિર્મશ થકી સમાજ ના હીતમા નિર્ણય કરવા આપની દરમિયાનગીરી ની અપેક્ષા રાખું છું.
અનિષ નોતમલાલ રાચ્છ. લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન સભ્ય.
(લગ્ન વિષયક સમિતિ લોહાણા મહાપરિષદ)
(પર્યાવરણ સમિતિ અધ્યક્ષ ગીર સોમનાથ લોહાણા મહાપરિષદ)


