રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયનો પૂર્વ છાત્ર તથ્ય રાઠોડ ઉચ્ચ-અભ્યાસ અર્થે યુક્રેન ગયેલ હતો. જે હેમખેમ પરત ફરતા પ્રાચાર્ય અનિલ કામ્બલે તથા સમગ્ર વિદ્યાલય પરિવારે તેમનો સન્માન સમારંભ યોજ્યો હતો.નવોદય વિદ્યાલય કઠલાલના હિન્દી વિષયના અધ્યાપક વિજયકુમાર રાઠોડનો પુત્ર તથ્ય રાઠોડ ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયો હતો.જે શાળાના પૂર્વ છાત્ર પણ છે.વર્તમાનમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.આવી પરિસ્થિતિમાં તેમના માતા-પિતા, તેમનો પરિવાર અને સમગ્ર નવોદય વિદ્યાલય પરિવાર અત્યંત ચિંતિત હતો. જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા પ્રસાશનના પ્રયાસોથી તેને હેમખેમ પરિવાર સાથે લાવવામાં સફળતા મળી હતી. નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે પ્રાચાર્ય અનિલ કામ્બલે એ તથા શાળા પરિવારે તેમનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. સન્માન સમારોહ દરમ્યાન તેમના પિતાજી વિજયકુમાર રાઠોડના વક્તવ્યમાં પુત્ર પ્રેમ છલકાઇ આવતો હતો.તેમણે જિલ્લા પ્રસાશનનો આભાર માન્યો હતો.તથ્ય રાઠોડે પોતાના વક્તવ્યમાં યુક્રેનની સ્થિતિથી સર્વેને માહિતગાર કર્ય હતા.માતા-પિતાના સારા કર્મોના પરિણામે તે સહીસલામત યુક્રેનથી પરત ફર્યો તેમ જણાવ્યું હતું.
તેમણે શાળાના બાળકોને પ્રેરણાદાયી વક્તવ્ય અને માર્ગ દર્શનથી સર્વેને અભિભૂત કર્યા હતા.શાળાના આચાર્ય
અનિલ કામ્બલેએ પોતાના વક્તવ્યમાં તથ્ય અને તેમના પિતાજીની હિંમત અને નિર્ણય શક્તિને બીરદાવી હતી. યુક્રેનમાં સ્થિતિ પૂર્વવત થાય અને તથ્ય રાઠોડનો અભ્યાસ પૂન: શરૂ થાય તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ગુજરાતી વિષયના અધ્યાપક ડી.એસ. મીસ્ત્રી એ કર્યું હતું.


