Gujarat

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુનની કોશિષનો ગુનો કરી નાસી જનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી*

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે જાફરાબાદ ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૨૦૩૫૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૦૭, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ખુનની કોશિષના ગુનો કરી, નાસી જનાર આરોપીને આજ રોજ તા.૨૭/૦૫/૨૦૨૨ નાં રોજ ભાકોદર ગામેથી ગણતરીની કલાકોમાં પકડી પાડી, પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ
ગોપાલ આતુભાઇ ધુંધળવા, ઉં.વ.૨૩, રહે.ભાકોદર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે….
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220528-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *