Gujarat

જામનગર અને દ્વારકા જિલ્લાના 4900 એકમોમાં વજનમાપના સાધનોની વાર્ષિક ચકાસણી કરાઈ

 

 

તંત્ર દ્વારા 258 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂ. 4.92 લાખથી વધુ ગુન્હા માંડવાળ ફી વસૂલ કરાઈ

 

જામનગર તા.૨૩, જામનગર જિલ્લા કચેરી દ્વારા ખાતાના વડા નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર ગુજરાત રાજયની રાહબરી હેઠળ તોલમાપ કાયદાની અમલવારી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે.આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વજનમાપના સાધનો ની વાર્ષિક તથા દ્રી વાર્ષિક ચકાસણી મુદ્રાકન ફી પેટે રુપિયા ૧, ૦૮, ૬૨, ૦૨૧ તથા લેટ ફી પેટે રુપિયા ૩,૭૦, ૩૫૫ વસુલ કરવામા આવેલ હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ એકમોની ઓચિંતી તપાસ યોજાઇ હતી જેમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ , મેડીકલ એજંસી, અનાજ કરિયાણા,  મિઠાઇ ફરસાણ,  હોટેલ રેસ્ટોરન્ટ,  હાર્ડવેર અને અન્ય ઇંડ્સ્ટ્રીજ અને વિવિધ એકમોની તપાસ કરતા આશરે કુલ ૪૯૦૦ એકમોની તપાસ કરવામા આવેલ. જેમાથી ૨૦૩ એકમો સામે વજન માપ કાયદા હેઠળ રુ. ૧,૪૧,૧૫૦ તથા  પી સી આર નિયમોના ભંગ બદલ ૫૫ એકમો સામે  કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા ૩,૫૧,૮૦૦ ગુંન્હા માંડવાળ ફી વસુલ કરવામા આવેલ. આમ જિલ્લામાં કુલ ૨૫૮ એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂપિયા ૪,૯૨,૯૫૦ ગુન્હામાંડવાળ ફી વસૂલ કરવા કરવામાં આવેલ છે. 

 

આ કામગીરી જિલ્લા તોલમાપ અધિકારી શ્રી જે . એચ. આદેશરા, કચેરીના નિરિક્ષકો ડો. પી.ડી.સોલંકી, શ્રી પી.એમ. કણજરિયા, શ્રી યુ. બી. પટેલ , શ્રી બી.જે. ગોસાઇ અને શ્રી કે. આર.વરુ દ્વારા  કરવામાં આવી હતી. તેમ કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જામનગર.અને દ્વારકા જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *