સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગના તા.૧ જાન્યુઆરી ૨૦૨૨નાં પત્રથી સુચિત થયા મુજબ કેરોસીનના જામનગર જિલ્લાના કંડલા સપ્લાય પોઇન્ટના નવા ભાવો નિયત કરવામાં આવેલ છે. જે મુજબ કેરોસીનના નવા ભાવો બાંધવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે જેની જાહેર જનતા તથા સબંધિતશ્રીઓએ નોંધ લેવી.
| ક્ર્મ | તાલુકાનું નામ | એજન્ટ/જથ્થાબંધ વિક્રેતાએ વેચાણ કરવાનો એક કિલો લીટરનો ભાવ રૂ।.પૈસા | છુટક વિક્રેતા/વાજબી ભાવના દુકાનદાર/ફેરિયાએ વેચાણ કરવાનો છુટક એક લીટરનો ભાવ રૂ।.પૈસા |
| ૧ | જામનગર | ૪૭૭૨૫.૮૦ | ૪૮.૮૦ |
| ૨ | લાલપુર | ૪૮૦૫૯.૨૮ | ૪૯.૧૦ |
| ૩ | ધ્રોલ | ૪૭૩૯૨.૩૨ | ૪૮.૪૫ |
| ૪ | જોડિયા | ૪૭૨૬૭.૨૬ | ૪૮.૩૦ |
| ૫ | કાલાવડ | ૪૭૮૦૯.૧૭ | ૪૮.૮૫ |
| ૬ | જામજોધપુર | ૪૮૩૯૨.૭૬ | ૪૯.૪૫ |
નકકી કરેલ ભાવથી વધુ ભાવ લેવામાં આવવાનો કિસ્સો ધ્યાને આવશે તો સંબંધકર્તા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.
