Gujarat

જામનગરના જીરાગઢ ગામે અજમેર જવાની ના પાડતા સગીરાએ ગળાફાંસો ખાધો

જામનગર
જામનગરના જાેડિયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા કાદરભાઇ મુસાભાઇ સોઢાની ૧૬ વર્ષની સગીર પુત્રી જુમીલાબેનને તેના ભાઇ સાથે અજમેર જવાની ઇચ્છા હોય, પરંતુ તેના પિતાએ અજમેર જવાની ના પાડતા તેણીને મનમા લાગી આવતા ઘરમાં એકલી હતી. ત્યારે પોતાના હાથે ઘરના રૂમમાં પંખા સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગેની જાહેરાત તેના પિતા કાદરભાઇએ પોલીસમાં કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે. જાેડિયા તાલુકાના જીરાગઢ ગામે નાની એવી વાતમાં આપઘાતનો બનાવ બનતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તેમજ ગામમાં શોક ફેલાઇ ગયો છે.જાેડિયા તાલુકાના જીરાગઢ ગામે પોતાના ભાઇ સાથે અજમેર જવા માંગતી સગીરાને તેના પિતાએ ના પાડતા લાગી આવતા ભાગે ઘરે રૂમમાં પંખામાં દુપટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પેાલીસે તેના પિતાની જાહેરાત પરથી તપાસ હાથ ધરી છે.

fasi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *