Gujarat

જામનગરમાં એક એપાર્ટમેન્ટના પાંચમા માળે આગ લાગતા અફડાતફડી મચી

જામનગર,
જામનગરમાં શરૂ સેકશન રોડ પર ગોલ્ડન સીટીમાં આવેલા સિધ્ધિ વિનાયક રેસીડન્સીમાં પાંચમા માળે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવમાં એક વ્યકતિ દાઝી ગઇ હતી. ફાયર બ્રિગેડે રેસ્કયુ કામગીરી હાથ ધરી બે મહિલાને બચાવી હતી. આગના કારણે ઘરવખરી બળી ગઇ હતી. જામનગરમાં શરૂ સેકશન રોડ પર ગોલ્ડન સીટીમાં આવેલા સિધ્ધિ વિનાયક રેસીડન્સી એપાર્ટમેન્ટમાં પાંચમા માળે આવેલા ફલેટ નં.૫૦૨ માં બપોરે આસપાસ અકસ્માતે આગ લાગી હતી. જેના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની સાથે રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. આગના કારણે ફલેટના માલિક ચેતનભાઇ જાેશી દાઝી જતાં સામાન્ય ઇજા થઇ હતી. જયારે ફલેટમાં રહેલા જલ્પાબેન ચેતનભાઇ જાેશી અને મીતાલીબેન મીલનભાઇ રાજેશ્વરીને ફાયર બ્રિગેડના જવાનોએ સહીસલામત બહાર કાઢયા હતાં. આગ કયાં કારણોસર લાગી તેનું કારણ અકબંધ રહ્યું છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *